HomeGujaratજમીન કૌભાંડમાં જેલમાં બંધ તરઘરીના સરપંચ સાગર ફુલતરીયાને ડીડીઓએ કર્યા સસ્પેન્ડ

જમીન કૌભાંડમાં જેલમાં બંધ તરઘરીના સરપંચ સાગર ફુલતરીયાને ડીડીઓએ કર્યા સસ્પેન્ડ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં વજેપર જમીન કૌભાંડમાં સંડોવણીની ફરિયાદ નોધાઇ હતી અને આ કેસમાં તે મોરબી જેલમાં બંધ હોય આ ઉપરાંત માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં પણ એક બોગસ વારસદાર આધારે ખાતેદાર થવા અંગે નોધાયેલી ફરિયાદમાં મદદગારીમાં પણ સંડોવણી ખુલી હતી. એક સાથે અલગ અલગ બે પોલીસ મથકમાં સરપંચ  સાગર ફૂલતરિયાની સંડોવણી હોય તેમજ છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી જેલમાં બંધ હોય ગત મહિનામાં ડીડીઓએ સાગરને આ કેસને ધ્યાને લઇ કારણ દર્શક નોટીસ પણ ફટકારી હતી આ નોટીસ બાદ ડીડીઓએ સાગર ફૂલતરીયાને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW