HomeGujaratમુન્દ્રા-ખેડોઈ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના, એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવકનાં...

મુન્દ્રા-ખેડોઈ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના, એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવકનાં મોત

મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર આજે ગંભીર અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે મોત થયાં છે. ત્રણેય યુવક કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા, જેથી તેમનાં મોત થયાં છે. લોહિયાળ બનેલા માર્ગ પર શરીરનાં અંગો વેરવિખેર થયેલા જોવા મળ્યાં હતાં. મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

અંજાર તાલુકાના ખેડોઈ નજીક આજે હચમચાવી નાખતો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અચાનક બેકાબૂ બની જતાં તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતા એક્ટિવા ઉપર પડ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ આશાસ્પદ યુવાન તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. જ્યારે એક્ટિવાના ફુરચેફુરચા બોલી ગયા હતા.

અકસ્માત બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી. અંજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા ત્રણ યુવાનના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામનારા યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે, જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાન મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક યુવાનોનાં પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ અશ્રુધારા વહી ગઈ હતી. અંજાર પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW