HomeGujaratદારૂના નશામાં માથાકૂટ કરતી યુવતીની પાડોશીઓએ લાકડીથી ફટકારી કરી હત્યા

દારૂના નશામાં માથાકૂટ કરતી યુવતીની પાડોશીઓએ લાકડીથી ફટકારી કરી હત્યા

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકર હોલ નજીક રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના આધેડે આરોપી હીના લક્ષ્મણભાઈ રાઠોડ, મનોજ ઉફે મયુર રમેશભાઈ રાઠોડ, હુસૈનભાઈ ફીરોજભાઈ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યુ હતું કે, ગત તા.23/08/2025ના રોજ કાંતાબેનની દિકરી લક્ષ્મીને દારૂ પીવાની ટેવ હોય અને દારૂ પી અવારનવાર માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈને આરોપી હિનાએ લાકડી વડે માથાના ભાગે તથા શરીરે માર મારી જીવલેણ ઈજાઓ કરેલ હોય તેમ છતા કાંતાબેનની દિકરી લક્ષ્મી તોફાન કરતી હોય જેથી તેને બાધવા માટે મયુરે દોરડુ આપતા આરોપી હિનાએ તથા હુસૈને લક્ષ્મીને ખાટલામાં સુવડાવી દોરડાથી બાધી લક્ષ્મીનું મોત નીપજાવ્યું હતું અને બનાવમાં ઉપયોગ કરેલ દોરડુ નર્મદાએ સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવ મામલે કાંતાબેનની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW