PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતમાં છે અને નિકોલમાં સભા ગજવવાના છે. 25 ઓગસ્ટે સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો છે. ત્યાર બાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા.
આ પહેલાં બપોરે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી. ખરાબ રોડ-રસ્તાઓ અને વોટચોરીના મુદ્દે કાળા વાવટા બતાવી વિરોધપ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી, પરંતુ એ પહેલાં પોલીસે કાર્યવાહી કરતાં કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ સહિત અમદાવાદ શહેર કોંગ્રેસપ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક, અને અન્ય નેતાઓને નજરકેદ કરાયા છે. તેમજ જ્યાંથી મોદીનો રોડ શો શરૂ થવાનો હતો ત્યાં NSUIએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. જેને પગલે તેમની ઉંચકી ઉંચકીને અટકાયત કરવામાં આવી હતી.

