હળવદના ચરાડવા ગામે રહેતા અને ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન રતીલાલભાઈ પરમારે આરોપી અનિલ હસુભાઈ ચૌહાણ રહે. ચરાડવા તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી લક્ષ્મીબેન ચરાડવા ગામના સરપંચ હોવાથી આરોપીએ પોતાની ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમા ગાયનું વાછરડુ મરી ગયેલ હોય જે બાઈક પાછળ દોરડાથી બાધી લક્ષ્મીબેનના ઘરની સામે શેરીમાં નાખી લક્ષ્મીબેન અને સાથીઓને ભુડાબોલી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે લક્ષ્મીબેનની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

