HomeGujaratમોરબી એસટી ડેપોને સાતમ-આઠમ ફળી 5 દિવસમાં ડેપોને કુલ 19.25 લાખની આવક

મોરબી એસટી ડેપોને સાતમ-આઠમ ફળી 5 દિવસમાં ડેપોને કુલ 19.25 લાખની આવક

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું મહત્વથી કોઈ અજાણ નથી. આ સમય દરમિયાન મીની વેકેશન જેવો માહોલ સર્જાતો હોય છે અને લોકો મોટી સંખ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર કરતા હોય છે. ખાસ કરીને અન્ય જિલ્લાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફરતા હોય છે. આ ઉપરાંત લોકો તેમના સગા સંબંધીઓના ઘરે જતા હોય છે.

આ ઉપરાંત મેળાની મજા માણવા પણ મોરબી થી મોટા સંખ્યામાં રાજકોટ કે અન્ય જિલ્લાઓમાં જતા હોય છે જેના કારણે ખાનગી વાહનો હોય કે એસ.ટી તમામ સ્થળે મુસાફરોની સંખ્યામાં વધારો થાય છે, ત્યારે આ વર્ષે પણ મોરબી જિલ્લામાં લોકો તહેવારની ઉજવણી માટે અલગ અલગ જગ્યાએ ગયા હતા. જેના કારણે એસટી નિગમને પણ ફાયદો થયો હતો. મોરબી એસટી ડેપોની વાત કરીએ તો તારીખ 13 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ દરમિયાન કુલ 19.25 લાખની આવક થઈ છે. સૌથી વધુ આવક છઠના દિવસે એટલે કે તારીખ 14 ના રોજ 4,59,452 લોકોએ મુસાફરી કરી હતી. આ ઉપરાંત અન્ય દિવસોની વાત કરીએ તો 13 ઓગસ્ટમાં રૂ.4,31,792ની આવક, 15 ઓગસ્ટના રૂ.4,04,0 52 ની આવક થઈ હતી. 16 ઓગસ્ટના રૂ. 3,32,692 અને 17 ઓગસ્ટના રૂ.2,97,689 ની આવક એસ.ટી વિભાગને થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW