મોરબીની લીલાપર ચોકડીથી આગળ કેનાલ રોડ ઉપર ગત તા.-12/08/2025ના રોજ GJ-10-TY-0915 નંબરના બોલેરો કાર ચાલકે કાર પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી GJ-36-AE-9415 નંબરના બાઈકના હેન્ડલ સાથે ભટકાડી રોડ ઉપર પછાડી દેતા હિતેશ ભાઈને સામાન્ય ઇજા પહોચી તેમજ તેના નાનાભાઇ સુરેશને બોલેરો ગાડીનુ ડ્રાઇવર સાઇડનું ટાયર તેના શરીર ઉપર ફરી જતા જમણા હાથે તથા માંથાના ભાગે થતા શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હિતેશભાઈએ સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે બોલરો કાર ચાલક સામે ફરિયાદ નોધાવી છે.

