આગામી 15મી ઓગસ્ટના રોજ ઉજવણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોરબી મહાનગર માં આજથી ઉજવણી શરુ થઇ ગઈ છે, ત્યારે આજે તિરંગા યાત્રા થઇ રહ્યા છે. આ પૂર્વે મહા નગર પાલિકા દ્વારા કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના પંચાસર રોડ અને રવાપર ગામ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મનપાના સફાઈ કર્મીઓ વિવિધ શાખાના કર્મચારી આસપાસના શહેરીજનોએ મળી કુલ 300 જેટલા સફાઈ વીર દ્વારા એ સફાઈ અભિયાનમાં જોડાઈ એક દિવસમાં 2 જેસીબી 1 લોડર અને 9 ટ્રેક્ટર સાથે રાખી એક દિવસમાં 30 ટન જેટલો કચરાનો નિકાલ કરી વિવિધ વિસ્તારને સ્વચ્છ કરી દેવાયા હતા.

