ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ છતર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કામગીરીમાં હોય તે દરમિયાન રાજકોટ-મોરબી તરફથી આવતી (1) GJ-05-RF-0068 નંબરની ક્રેટા કાર (2) GJ-13-N-8874 નંબરની વર્ના કાર (3) GJ-36-R-1419 નંબરની કિયા કાર મળી કુલ ત્રણ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈંગ્લીશ દારૂની નાની મોટી 340 બોટલો, 3 મોબાઈલ ફોન તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.- 22,40,602ના મુદામાલ સાથે આરોપી બાંકારામ મંગલારામ ભાભુ, રામનારાયણ મોબતારામ બિશ્નોઈ, અકીલભાઈ ફિરોજભાઈ સીડા અને પ્રવીણભાઈ કેસરીમલ ગોદરાને પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ આરોપી અનિલભાઈ રૂગનાથભાઈ જાણી અને GJ-36-R-1419 નંબરની કિયા કાર ચાલક ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તે બંનેને ફરાર બતાવી તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

