મોરબીના સનાળા ગામ પાસે આવેલા લીમડા વાળા માતાજીના મંદિર પાસે મંગળવારે મોડી રાત્રે ઘનશ્યામભાઈ સુરાણી નામના વેપારી સાથે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. આરોપી દ્વારા ઘનશ્યામભાઈ ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હતા અને તે પૈકી કેટલાક રૂપીયા અન્ય વ્યક્તિને આપી રહ્યા હતા. આ દરમિયાન એક શખ્સ તેની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તપાસ કરતા ચલાવનાર તકનું નામ વિશાલ રબારી હોવાનું સામે આવતા ઘનશ્યામભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

