મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીના વનાળીયા ગામથી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ તૂટી ગયેલ છે જેથી ધંધાર્થીઓ તથા મોરબી જતા આવતા ગ્રામજનોને તકલીફ પડે છે તેથી આ ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા ગામના સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે.

