HomeGujaratમોરબી મનપાએ વર્ષો જુના ભંગાર થયેલા સાધનોનો કર્યો નિકાલ 65 ટન કચરાથી...

મોરબી મનપાએ વર્ષો જુના ભંગાર થયેલા સાધનોનો કર્યો નિકાલ 65 ટન કચરાથી 30 લાખની આવકનો અંદાજ

મોરબી મહાનગર પલિકા કચેરી તેમજ પંચાસર રોડ વિસ્તારમાં આવેલ જગ્યાએ મહા નગર પાલિકાનો વર્ષો જુના સડી ગયેલા સાધનો પડ્યા હતા જે દિન પ્રતિદિન ગંદકીનું કારણ બની રહ્યા હતા નગર પાલિકા વખતે  પણ વહીવટદાર દ્વારા તેને દુર કરવા ફાઈલ હાથમાં લેવાઈ હતી પરંતુ કોઈ કારણસર ફરી આ ફાઈલ અભેરાઈએ ચઢી ગઈ હતી જોકે મહાનગરપાલિકા બનતા મ્યુનીસીપલ કમિશનરે આ ફાઈલ હાથમાં લઇ તેના નિકાલમાટે પ્રયાસ શરુ કર્યો હતો અને અલગ-અલગ સ્થળે એકઠા થયેલા આ ભંગાર સાધનોની જાહેર હરરાજી કરવાનો નિર્ણય લેવાયો હતો આજે મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે ની અધ્યક્ષતામાં અંદાજીત 65 ટન જેટલા ભંગાર સાધનોની જાહેર હરરાજી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ 4 કેટેગરી મુજબના ભંગારની ખરીદી માટે  વેપારીઓ આવ્યા હતા અને ભાવ પર બોલી લગાવી હતી મોરબી મનપાએ નક્કી કરેલા બેઝ પ્રાઈઝ કરતા લગભગ 20 ટકા કરતા વધુ આવક મળતા તમામ ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે આ હરરાજીથી મનપાની તિજોરીમાં 30 લાખની આવક થવાની પણ શક્યતા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW