મોરબીના વિશીપરાની આંબેડકર કોલોની શેરી નં.-03 માં રહેતા લક્ષ્મીબેન સુરેશભાઇ સોલંકી નામના મહિલાએ ગઈકાલના રોજ પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

