HomeGujarat20 દિવસ સુધી અવકાશમાં રહેલા શુભાંશુ સહિતના 4 અંતરીક્ષ યાત્રીઓ સુરક્ષિત ધરતી...

20 દિવસ સુધી અવકાશમાં રહેલા શુભાંશુ સહિતના 4 અંતરીક્ષ યાત્રીઓ સુરક્ષિત ધરતી પરત ફર્યા

ભારતીય નાગરિક શુભાંશુ શુક્લા  સહીત 4 અવકાશ યાત્રીઓ  20 દિવસ સુધી ઈંટરનેશનલ સ્પેશ રીસર્ચ સ્ટેશન માં રહ્યા બાદ આજે બપોરે 3 વાગ્યે  તેમનું અવકાશ યાન આજે પરત ફર્યું હતું. તમામ અવકાશ યાત્રીઓનું યાન  કેલીફોર્નીયા દરિયામાં સફળતા પૂર્વક ઉતરાયણ કર્યું હતું.  અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા સાંજે 4:45 વાગ્યે ISSથી પૃથ્વી માટે રવાના થયા હતા.

41 વર્ષ બાદ કોઈ ભારતીય અવકાશમાં  ગયો હોય તેવી ઘટના બની છે અગાઉ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં પ્રથમ અવકાશ યાત્રી તરીકે રાકેશ શર્મા તેમના સાથીઓ સાથે અવકાશમાં ગયા હતા ઇન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) અને નેશનલ એરોનોટીકલ સ્પેશ એજન્સી (નાસા) દ્વારા થયેલા કરાર થયા હતા જેના આધારે બધા અવકાશયાત્રીઓ 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગ્યે ISS પહોંચ્યા. તેઓ 25 જૂને બપોરે 12 વાગ્યે એક્સિયમ મિશન 4 હેઠળ રવાના થયા. તેઓએ કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી.
અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW