HomeGujaratમોરબીમાં ચાર વ્યાજખોરોએ રૂપિયાની ઉઘરાણી બાબતે વેપારીને પાઇપ વડે મારમાર્યો

મોરબીમાં ચાર વ્યાજખોરોએ રૂપિયાની ઉઘરાણી બાબતે વેપારીને પાઇપ વડે મારમાર્યો

મોરબીના શનાળા રોડ પર આવેલ વિશ્વકર્મા પાર્કમાં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઇ મોહનભાઈ કુધનાણીએ આરોપી ભોલો ઉર્ફે મોઇન કાદરભાઇ ઘાચી, તનવીર અબ્દુલભાઇ મતવા, ફારુક રફીકભાઇ શેખ અને ઇજમામ સમસાદભાઇ પઠાણ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીએ ચારથી પાંચ મહિના પહેલા જીગાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ મામલે થયેલી મારામારી બાદ સાડા પાંચ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જીગાભાઈએ મોહિનને ફરિયાદી પાસેથી પૈસા વસૂલવા કહ્યું હતું, પરંતુ સમાધાન થઈ ગયું હોવાથી ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી. જે બાદ શનિવારે બપોરે આરોપીઓએ દુકાનમાં ઘૂસી હુમલો કર્યો હતો. ભોલો ઉર્ફે મોહિને ટીકા-પાટુનો માર માર્યો, તનવીરે લોખંડના પાઇપથી કાચ તોડ્યા અને ફરિયાદીને માર માર્યો, ફારૂકે કાચની બોટલથી હુમલો કર્યો અને ઈજમામ પઠાણે લોખંડનો કોઈતો લઈને ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW