મોરબી શહેરમાં વરસાદ શરુ થતાની સાથે વીજળી ગુલ થઈ જવી એક સમસ્યા છે, જેની પાછળ મોટા ભાગે અલગ અલગ કારણોસર થતા શોક સર્કીટ જવાબદાર હોય છે અને તે ફોલ્ટનું રીપેરીંગ જે વિસ્તારમાં થતું હોય તે વિસ્તારના ફીડરમાં આવતી વીજ લાઈન બંધ રહેતી હોવાથી લોકો કારણ વિના હેરાન થતા હોય છે. જોકે પીજીવીસીએલ દ્વારા આ સમસ્યાનો તોડ લાવવા જઈ રહ્યું છે. મોરબી પીજીવીસીએલ દ્વારા શહેરના 9 ફીડરમાં રૂ. 35 કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાની કામગીરી કરવા જઈ રહી છે. જેના કારણે ભવિષ્યમાં વીજ ફોલ્ટ થવાની શક્યતા ઘટશે તેવી આશા સેવાઈ રહી છે.
ચોમાસા દરમિયાન સૌથી મોટી સમસ્યા હોય તો તે વરસાદ શરુ થતાની સાથે વીજળી ગુલ થવાનો છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવી સમસ્યા વધુ રહેતી હોય છે અને આ સમસ્યા પાછળ અલગ-અલગ કારણ જવાબદાર હોય છે. સૌથી મોટું કારણ વીજ લાઈન જોડાયેલા અન્ય ઇક્વીમેન્ટ પર વરસાદી પાણી પડતા ભેજ લાગવા અથવા વીજ તાર પર વૃક્ષની ડાળીઓ તૂટવી કે ડાળી ઓ ઘસાવવાના કારણે શોક સર્કીટ મહત્વનું હોય છે. આવી સ્થિતિ નિવારવા વીજ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યામાંથી મુકિત મળે તે માટે પીજીવીસીએલ શહેરના અલગ-અલગ 9 જેટલા ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાની કામગીરી કરવા જઈ રહી છે.
મોરબી પીજીવીસીએલ રૂ. 35 કરોડના ખર્ચે આ ફીડરમાં હાઈ ક્વોલિટીના કેબલ અને તેની સાથે ફોલ્ટ સર્જાય તે વિસ્તાર સિવાય અન્ય વિસ્તારનો વીજ પ્રવાહ ડીસ્ટર્બ કર્યા વિના રીપેરીંગ કામગીરી માટે જરૂરી આધુનિક ઇક્વિપમેન્ટ સાથેની કામગીરી કરવા જઈ રહી છે. શહેરના 9 ફીડર પૈકી 4 ફીડરની તમામ પ્રકિયા પૂર્ણ થઈ ગઈ છે કેબલ અને જરૂરી સાધન આવી ચુક્યા છે. મહા નગર પાલિકા દ્વારા આ ફીડર કામગીરી માટે ખોદકામ માટે ની જરૂરી ફી ભરાઈ જતા ત્યાંથી મંજુરી અપાઈ છે હાલ વરસાદી માહોલ હોવાના કારણે લોકોની અગવડતા ન પડે તે માટે કામગીરી શરુ કરવામાં આવી નથી. વરસાદી માહોલ ઓછો થતા આ 4 ફીડર માં કામગીરી શરુ થશે. પ્રથમ જે ચાર ફીડરમાં કામગીરી થશે તેમાં ગૌશાળા ફીડર ,પીપી ડબ્લ્યુ ફીડર ગોપાલ સોસાયટી ફીડર તેમજ સીટી ફીડરનો સમાવેશ થયો છે.
આવી જ રીતે મધુરમ ફીડર અને ટેલીકોમ ફીડર માં પણ મનપા દ્વારા વીજ લાઈન માટે ખોદકામ કરવા મંજુરી આપી દેવામાં આવી છે. આ ફીડર માં પણ સામગ્રી આવી ગયા બાદ કામગીરી શરુ કરવામાં આવશે.
શહેરના ચિત્રકૂટ ફીડર, ઓમ હોસ્પિટલ ફીડર તેમજ દરબાર ગઢ વિસ્તારમાં લેટેસ્ટ રીંગ સીસ્ટમથી આર એમ વી મુકીને અન્ડર ગ્રાઉન્ડ કેબલ પ્રક્રિયા કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેનું ટેન્ડર થઇ ગયા બાદ આ ફીડરના પણ અન્ડર ગ્રાઉન્ડ કેબલ કામગીરી થતા આવનારા વર્ષોમાં તેનો ફાયદો સમગ્ર મોરબી શહેરના જોવા મળશે. સામાન્ય કારણોસર શોક સર્કિટ થવાના કારણે જે વીજ ફોલ્ટ સર્જાય છે તે વીજ ફોલ્ટ પર ભવિષ્યમાં મોટો ફાયદો થાય તેવી શક્યતા છે.
શહેરી વિસ્તારના ફીડરમાંથી નીકળતી વીજ લાઈન અત્યંત સાંકડી શેરી ની સાથે મુખ્ય રોડ વિસ્તારમાં જતી હોય છે, અલગ અલગ કારણોસર કેબલ ભેગા થઇ જતા હોવાથી શોક સર્કિટ થાય છે અથવા જે તે સમયે રીપેરીંગ કામગીરી કરવા સમયે ફોલ્ટ એકદમ માઇનોર હોવાના કાણે કર્મચારીઓના ધ્યાનમાં નથી આવતો પરંતુ જયારે વરસાદ થાય ત્યારે ભેજ લાગવા અને પાણી ભરાવાના કારણે આ ફોલ્ટ વધતા શોક સર્કિટ થાય છે. જેના કારણે સમગ્ર ફીડર ની લાઈટ બંધ થતી હોય છે અને આ ફોલ્ટ શોધી તેને રિપેર કરવામાં સમય લાગતા હોવાથી લાઈટ બંધ રહેતી હોય છે, હવે આ અન્ડર ગ્રાઉન્ડ કામગીરી થવાથી પવન, કોઈ અન્ય કારણોસર વીજ તાર ભેગા થવા, વરસાદી પાણીના કારણે થતા ફોલ્ટનું પ્રમાણ ઘટશે જેના કારણે વીજ કાપનું પ્રમાણ ઘટશે અને અમે આ અન્ડર ગ્રાઉન્ડ કામગીરીની સાથે-સાથે લેટેસ્ટ રીંગ સીસ્ટમથી આરએમવી મુકવામાં આવશે. આ આર એમવી સીસ્ટમનો સૌથી મોટો ફાયદો એ થાય કે જે વિસ્તારમાં વીજ ફોલ્ટ હોય માત્ર એટલા વિસ્તાર પુરતી લાઈટ બંધ રહે છે. બાકી બીજા વિસ્તારની લાઈન શરુ કરી શકાશે જેથી તમામ ફીડરના લોકોને મુશ્કેલી પડતી નથી તેમ પીજીવીસીએલનાં સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર ડી આર ઘાડીયા એ જણાવ્યું હતું.

