વાંકાનેર-મોરબી હાઈવે પર બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. વઘાસિયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ સામે એક અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં જયદીપને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો. મૃતક યુવકના પિતા દીપકભાઈ ખીમાણીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો અકસ્માત મોરબીના લખધીરપુર રોડ પર થયો. બેટુભાઈ પારઘી (ઉ.વ. 22) અને વિરેન્દ્ર સેન (ઉ.વ. 20) બાઈક પર ભરતનગર ગામે દવા લેવા ગયા હતા. પરત ફરતી વખતે એક ટ્રક ટ્રેલરે તેમના બાઈકને હડફેટે લીધું.
જયારે બીજા અકસ્માતમાં વિરેન્દ્રને હાથ, પગ અને માથામાં ઈજાઓ પહોચી હતી. બેટુભાઈને છાતી, મોઢા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત વિરેન્દ્ર સેને તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

