રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામની ગતિ ઝડપી હોવાના અને સમયસર પુરા થતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જોકે આ પ્રોજેક્ટ કેટલી ઝડપથી અને કેટલી ગુણવતાવાળા છે તે તો જે તે વિસ્તારના નાગરિકો જાણે છે મોરબીમાં મંથર ગતિએ ચાલતા કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તે મોટા સવાલ છે કારણ કે, મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગ હસ્તકના હાલ મોટા કહી શકાય તેવા 471 કરોડના રોડ અને બ્રીજના 5 કામ ચાલી રહ્યા છે. જેમાંથી 4 કામ એવા છે જેનો વર્ક ઓર્ડર વર્ષ 2022માં આપવામાં આવ્યો હતો. હાલ 2025નું વર્ષ અડધુ વીતી જવા છતાં એક પણ પ્રોજેક્ટ 100 ટકા પુરા થયા નથી એક બે પ્રોજેક્ટ તો એટલા ધીમા છે કે હજુ 50થી 55 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
મોરબી શહેરના પ્રવેશ દ્વાર સમાન મહેન્દ્રનગર ચોકડી કે જ્યાંથી હળવદ તરફથી આવતા જતા તેમજ પીપળી તરફ આવતા જતા વાહનો એક સ્થળે ભેગા થઇ રહ્યા છે એક તરફ ચોમાસાનો સમય છે અને વરસાદી પાણી ભરાવવાના કારણે આ બ્રીજ પાસે કામગીરી અધુરી હોવાથી રસ્તાની હાલત અત્યંત દયનીય છે. દિવસ રાત ટ્રાફિક જામની સમસ્યા ઉભી રહે છે. 22 ફેબ્રુઆરી 2022થી શરુ કરવામાં આવ્યું હતું અને આ બ્રીજની કામગીરી માટે જે તે સમયે 80 કરોડ જેટલી રકમ ફાળવી હતી અને આ બ્રીજ 28 નવેમ્બર 2026 પહેલા પૂર્ણ કરવાનો છે, જોકે લગભગ ત્રણ વર્ષ કરતા પણ વધારે સમય થવા છતાં હજુ 50 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઇ છે અને બ્રીજની લંબાઈ વધારો કરવા માગેલી મંજુરી રાજ્ય સરકારના માર્ગ મકાન તેમજ અન્ય વિભાગ તરફથી ન મળતા છેલ્લા ઘણા સમયથી કામગીરી પણ બંધ છે. જેના કારણે સ્થિતિ કફોડી બની છે. આ બ્રીજની કામગીરી હજુ પણ બંધ રહેશે તો નક્કી થયેલ ડેડ લાઈન પહેંલા કામગીરી પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી. જેના કારણે ભવિષ્યમાં જે કામ 80 કરોડમાં થવાની શક્યતા હતી તેનું બજેટ વધી જશે અને તેનો બોજો જનતા પર આવશે અને જ્યાં સુધી કામગીરી અટકેલી છે ત્યાં સુધી લોકોને હેરાનગતી થશે તેમાં કોઈ સવાલ નથી.
પ્રોજેક્ટ 2:-
મોરબી પીપળી ફોરલેન હાઇવે ની ડેડ લાઈન 31 જુન 2025માં પૂર્ણ થઇ રહી છે અને 25 જુન સુધીમાં તેની કામગીરી કામગીરી 100 ટકા પૂર્ણ થઇ નથી. 190 કરોડના ખર્ચે મંજુર થયેલા 27 કિમી લાંબા અને 10 મિટર પહોળાઈ બનાવવાની કામગીરી 17-ઓક્ટોબર 2022માં શરુ થઇ હતી. જેની ડેડ લાઈન ને હવે બે દિવસ જેટલો સમય બાકી છે તેમ છતાં ફીનીસીંગ વર્ક નાની મોટી કામગીરી હજુ બાકી છે.
પ્રોજેક્ટ 3:-
પ્રોજેક્ટ 4:-
પ્રોજેક્ટ 5:-
વાંકાનેર બાયપાસ પાસે બની રહેલા બ્રીજનું કામગીરીતો થોડા દિવસ પહેલા આંખે ઉડીને વળગે તેવું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા 2.81 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રીજનું કામ કોન્ટ્રાકટરને 21 ફેબ્રુઆરીના રોજ આપ્યું હતું અને 6 મહિનામાં એટલે કે 21 સપ્ટેમ્બર 2025માં પૂર્ણ કરીને આપવાનું હતું. જોકે ત્રણ મહિના જેટલો સમય થવા છતાં હજુ 25 ટકા જ કામગીરી થઇ છે અને બ્રીજ માટે મહત્વના તમામ કામગીરી બાકી છે ત્યારે આ કામગીરી સમય મર્યાદામાં ક્યારે પૂર્ણ થશે તેનું સ્ટ્રેન્થ ટેસ્ટ ક્યારે થશે બાકીની તમામ કામગીરી ક્યારે થશે તેવા પણ સવાલ ઉઠ્યા છે.
માર્ગ મકાન વિભાગ મોરબી સબ ડીવીઝન હસ્તકના રોડ અને બ્રીજની વાત કરીએ તો પીપળી રોડનું કામ મોટાભાગે પૂર્ણ થઇ ગયું છે. બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવાશે આ હળવદ રોડનું હવે એક મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. નટરાજ ફાટક બ્રીજની કામગીરી હાલ ઝડપી ચાલી રહી છે. રેલ્વે ક્રોસિંગ પાસેના બ્રીજ માટે રેલ્વેની મંજુરી બાકી છે. રેલ્વેની મંજુરી આવે તે પહેલા બાકીનું કામ પૂર્ણ કરી દેવાશે. આ કામગીરીમાં લોકોને વધુ સમય મુશ્કેલી નહી થાય મહેન્દ્ર નગર ચોકડી બ્રિજ નો પ્રશ્ન અમારી વડી કચેરીથી અટકેલો છે, ત્યાંથી મંજુરી મળે કામગીરી શરુ કરી દેવાશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.

