HomeGujaratમોરબી નજીક કાલીન્દ્રી નદીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો

મોરબી નજીક કાલીન્દ્રી નદીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો

મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલી કાલીન્દ્રી નદીમાં એક યુવક માછીમારી કરી રહ્યો હતો, તે દરમિયાન બેઠા પુલ પાસે એક નવજાત બાળક પડ્યું હોય તે રીતે તરતું હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ યુવકે પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે બાળકને ત્યજી દેનારી અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાવર હાઉસ વિસ્તારમાં રહી શાકભાજી વેચવાનું કામ કરતો મનીષ રાજુ ભોજવિયા ગઈકાલે કાલીન્દ્રી નદીમાં માછીમારી કરી રહ્યો હતો, તે દરમિયાન જુના ઘુટુ રોડ પર નટડી માતાજીના મંદિર પાસે આવેલા બેઠા પુલ પાસેથી  એક નવજાત બાળક પડ્યું હોય તે રીતે તરતું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ યુવકે તેના ભાણેજની મદદથી બાળકને બહાર કાઢી તપાસ કરતા બાળકના નાળના ભાગ પીનથી ચોટેલો હોવાનું નવજાત હોય અને મૃત હાલતમાં હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ ની ટીમ સ્થળ પર પહોચી હતી અને બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW