મોરબી જિલ્લામાં 27% અનામત સાથે પ્રથમ વખત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. મતદાન રેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યે સુધી ચાલ્યું હતું તમામ ગ્રામ્ય વિસ્તારોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. વાંકાનેર તાલુકા અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા વરસાદમાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું.
મોરબી જિલ્લાની 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન અથવા મધ્ય સત્રની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. તાલુકા મુજબની વાત કરીએ તો મોરબી તાલુકાની 8 વાકાનેર તાલુકાની સાત હળવદ તાલુકાની સાત માળિયા તાલુકાની ત્રણ જ્યારે ટંકારાની માત્ર બે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. સાંજે છ વાગ્યા સુધી થયેલા મતદાનના અંતે 79.34% મતદાન નોંધાયું હતું. ટકાવારી મુજબ સૌથી વધુ હળવદ તાલુકામાં 87.42 ટકા મતદાન થયું છે અન્ય તાલુકાની વાત કરીએ તો મોરબીમાં 75.26% વાંકાનેરમાં 80.19% માળિયામાં 77.10 ટકા જ્યારે ટંકારામાં 71.61% મતદાન નોંધાયું હતું.
મતદારોની સંખ્યાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 45004 મતદારો નોંધાયેલા હતા. જેમાંથી 22,790 પુરુષ અને 22,214 સ્ત્રી મતદારોનો સમાવેશ થયો હતો. જે પૈકી 18,500 પુરુષ મતદાર અને 17,128 સ્ત્રી મતદારો મળી કુલ 35,705 મતદારોએ તેના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. પેટા ચૂંટણીની વાત કરીએ તો જિલ્લાની 13 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાયું હતું. જેમાં મોરબી તાલુકાની પાંચ ગ્રામ પંચાયત માટે 54.55 ટકા હળવદ તાલુકાની એક ગ્રામ પંચાયત માટે 76.59 ટકા જ્યારે વાંકાનેર તાલુકાની સાત ગ્રામ પંચાયત માટે 65.90 ટકા મતદાન નોંધાયું હતું. મતદારોની સંખ્યા જોઈએ તો કુલ 17,257 મતદારોમાંથી 10,891 મતદારોએ મતદાન કર્યું હતું. સૌથી વધુ મતદાન હળવદ તાલુકામાં 76.69 ટકા નોંધાયુ હતું.
ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ થી સમરસ થી પંચાયતમાં પ્રથમ વખત મતદાન
મોરબી જિલ્લાનું રાજપુર કુંતાસી ગામ 9 દાયકા કરતા પણ જૂનું છે. પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યા બાદ થી આ ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે. ગ્રામ પંચાયતમાં વર્ષોથી ગામનો વડીલોની સહમતિથી સરપંચ અને વોટ સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી. જેના કારણે આજ દિન સુધી ચૂંટણીની જરૂરિયાત પડી ન હતી પરંતુ, આ ગામમાં સરપંચ માટે બે ઉમેદવાર દ્વારા ઉમેદવારી કરવામાં આવતા આ પરંપરા તૂટી છે અને પ્રથમ વખત મતદાન યોજાયું હતું. જોકે બાકીના તમામ વોર્ડ બિન હરીફ જાહેર થયા હતા.

