મોરબીના ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર-2માં રહેતા કાજલબેન સવજીભાઈ ગામી (36)ના બેંક એકાઉન્ટમાંથી 24.34 લાખ રૂપિયા ઉપાડી લેવાયા છે. આ ઘટના એવી રીતે બની કે, કાજલબેનના પતિના મોબાઈલ પર વ્હોટ્સએપમાં RTO ચલણની APK ફાઈલનો મેસેજ આવ્યો હતો. તેમના પતિએ આ મેસેજ કાજલબેનના મોબાઈલ પર ફોરવર્ડ કર્યો હતો. કાજલબેને જ્યારે આ એપ્લિકેશન ખોલી, ત્યારે તેમનો મોબાઈલ હેક થઈ ગયો.
હેકર્સે તરત જ કાજલબેનના HDFC બેંકના એકાઉન્ટમાંથી 24,34,709 રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા. આ ઘટના બાદ કાજલબેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ નંબર અને અન્ય બેંક એકાઉન્ટ ધારકો સહિત કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી લીધો છે અને આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

