મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-2 ભડીયાદ કાંટે જવાહર સ્કુલ પાસે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમતા ખીમજીભાઇ ગોવીંદભાઇ ચૌહાણ, હરિભાઇ કલાભાઇ મકવાણા, કાદરભાઇ કાસમભાઇ પઠાણ,ચંદુભાઇ પોપટભાઇ શિહોરીયા અને રાજેશભાઇ મનુભાઇ મુછડીયા નામના પાંચ શખ્સોને પોલીસે પકડી લઇ તેની પાસેથી મળેલ કુલ રૂ.- 13,100નો મુદામાલ કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

