બે બાઇકમાં આવેલા 6 શખ્સે આપ્યો ઘટનાને અંજામ
હરીપર કેરાળા નજીક આવેલા વેલેન્જા સિરામિક નામની ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરતો પ્રકાશ ઉર્ફે પકો રામુભાઈ મુંદરિયા નામનો યુવક મોરબી તાલુકા હરીપર કેરાળા ગામની સીમ આવેલ હરિભાઈ ચા વાળાની દુકાને ચા લેવા જતો હતો તે દરમિયાન અચાનક ત્યાં બે બાઈક ધસી આવ્યા હતા જેમાં 6 જેટલા શખ્સ હતા આ લોકોએ તેની પાસે રહેલ ધોકાથી તેના પર આડેધડ હુમલો કરી હાથ પગ ભાંગી નાંખ્યાં હતા અને તેની પાસે રહેલા 30 હજાર રોકડ તેમજ ત્યાં રહેલા બીજા એક યુવક વિશ્વરાજ સિંહ જાડેજા નામના યુવક ને પણ મારમારી તેની પાસે રહેલા 20 હજાર રોકડ અને એક સોનાની ચેન ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પ્રકાશે આ અંગે તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા 6 શખ્સો વિરુધ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

