મોરબી શહેરના એક યુવાનને ઓન લાઈન ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ઉચો નફો કમાવી આપવાની લાલચ આપી કેટલાક શખ્સ દ્વારા રૂ ૧,૫૦ કરોડ ની છેતરપીંડી કરી હતી આ ઘટનામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી આઈ કે કે દરબાર અને ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે ત્રણ જેટલા આરોપીઓને દબોચી લીધા હતા અને તેની પૂછ પરછ હાથ ધરી હતી જેમાં એક આરોપીએ કબુલાત કરી હતી કે પોતાના બેંક એકાઉન્ટ ના એક્સસ આપવા માટે રૂ ૧ લાખ લીધા હતા જયારે અન્ય બે આરોપીઓ આ પ્રકારના ખાતા ખોલાવી તેમાં આવતી રકમના ૨ ટકા કમીશન લેતા હતા.
આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને વ્હોટ્સએપ દ્વારા ફરિયાદી યુવાન સાથે વાતચીત કરી હતી.તેમજ ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને પૈસા કમાવવાની લાલચ આપી હતી. આરોપીએ ફરીયાદી યુવાન પાસે 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવ્યા બાદ આ રકમ પરત ન કરતા યુવાને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની તપાસ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી.પોલીસે રાકેશ સોલંકી, રાકેશ રાઠવા અને અરવિંદ પરમારની ધરપકડ કરી હતી.
ડીવાયએસપી વિરલ દલવાડીએ ઘટના વિશે માહિતી આપતાજણાવ્યું હતું કે પહેલા ફેસબુક મેસેન્જરથી એક મેસેજ આવ્યો કે ‘શું આપ રોકાણ કરવા માંગો છો’. ફરિયાદીએ હા પાડ્યા બાાદ આરોપીઓ વૉટ્સએપથી પ્રોફિટની ટિપ્સ આપતા હતા.ફરિયાદીને ખોટી ટીપ્સ આપીને વિશ્વાસમાં લીધો હતો. નવ મહિના સતત ટ્રાન્ઝેક્શન કરાવીને 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરવું હતું.જે પરત ન આપતા ગુનો નોંધાયો હતો અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

