HomeGujaratમોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની લોકોને સમજ આપવા ચિત્ર, ઓડિયો...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની લોકોને સમજ આપવા ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વીતિય તેમજ તૃતીય આવનારને રૂ.2000 થી રૂ. 20,000 સુધીના રોકડ ઈનામો આપવાનું નક્કી કરવામાં આવ્યું.

જેમાં (1) ભારતીય ન્યાય સંહિતા 2023 (2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 (3) ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 એમ ત્રણેય કાયદા ઉપર ઓડિયો, વીડિયો તેમજ ચિત્ર બનાવીને નીચે જણાવેલ ઈમેલ એડ્રેસ:-ab-sp-morbi@gujarat.gov.in પર તા. 06/06/2025 થી 15/06/2025સુધીમાં પોતાના નામ, મોબાઇલ નંબર તથા સરનામા સહીતની માહિતી મોકલી આપવાની રહેશે. તે જ માન્ય ગણાશે. આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના સ્થાનિકો જ ભાગ લઇ શકશે.

તેમજ કોઈપણ વ્યક્તિ કોઈપણ એક જ કૃતિમાં એક જ ઈમેલ એડ્રેસથી ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ. 5,000, દ્વિતીયને રૂ. 3,000, તૃતીયને રૂ. 2,000 તથા ઓડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ. 15,000, દ્વિતીયને રૂ.10,000, તૃતીયને રૂ. 5,000 તથા વીડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ. 20,000, દ્વીતિયને રૂ. 15,000, તૃતીયને રૂ. 10,000 ઇનામ આપવામાં આવશે. ઉકત સ્પર્ધાનું પરીણામ તા. 20/06/2025ના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW