વાંકાનેરના જીનપરામાં રહેતા અજયભાઈ ભરતભાઈ સોઢાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં RJ-04-GC-5350 નંબરના બોલેરો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર આવેલ પેગ્વીન કારખાના તરફ જતા રસ્તાની કટ્ટ પાસે ફરીયાદીના માતા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.વ.55) ઉભા હોય તે દરમિયાન RJ-04-GC-5350 નંબરના બોલેરો કારના ચાલકે ગાડી પુરઝડપે, બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે અને માણસોની જીંદથી જોખમાય તે રીતે રીવેશ લઈ ફરીયાદીનની માતા મંજુબેનને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ મંજુબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

