HomeGujaratકચ્છ-મોરબી હાઈવે પર કારમાંથી વિદેશી દારૂની 347 બોટલો સાથે એક શખ્સ પકડાયો

કચ્છ-મોરબી હાઈવે પર કારમાંથી વિદેશી દારૂની 347 બોટલો સાથે એક શખ્સ પકડાયો

માળીયા-મીયાણા પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સ્ટાફને બાતમી મળી કે, કચ્છ તરફથી GJ-03-FD-9056 નંબરની ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કારમાં ગે.કા.તે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે માળીયા મીંયાણા સહેનશાવલી પાટીયા પાસે કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તે કારમાં તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 347 રૂ.- 4,71,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 8,76,500 ના મુદામાલ સાથે એક ઇસમ અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણીને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મામાનું નામ ખુલતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW