સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંદીવાનોને પ્રવચન આપતા શ્રમણીગણનાયક ગુરુગુણચરણરજ જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજી એ જણાવ્યું કે, જગતમાં બે આવેશ ખતરનાક છે.. “ક્રોધાનેશ અને ક્રોધાવેશ” આ બંને ક્ષણિક આવેશોને કંટ્રોલમાં ન રાખી શકવાથી એવા કૃતયો થઈ જાય છે જેનાથી જિંદગીભર હાથમાં માત્ર પસ્તાવો જ રહે છે. પં.નીતિરત્નવિજયજીએ પણ પ્રવચન આપ્યું. બંદીવાનોએ જીવનભર વ્યસનમુક્તિ, ક્રોધત્યાગ અને આત્મહત્યા ન કરવા નો સંકલ્પ કર્યો. જેલર વકીલ, વેલફેર ઓફિસર પટની વિગેરેનો સહયોગ પ્રસંશનીય મળ્યો. આ આખું આયોજન સુરત-કરુણા સંસ્થાના ધરણેન્દ્રભાઈના સહયોગ માર્ગદર્શન પૂર્વક થયું હતું.
આ પૂર્વે પણ પૂજ્ય ગુરુભગવંતએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3 વાર, લાજપોર સેન્ટ્રલ જેલમાં 1 વાર, નાસિક સબજેલમાં 2 વાર, સુરત સબ જેલમાં 1 વાર, પાલી જેલ, ડુંગરપુર જેલ, અઠવાલાઇન્સ જુવેનિલ જેલ મા પણ પ્રવચન આપેલ છે અને ઘણા બંદીઓને પશ્ચાતા દ્વારા સંસ્કારવાન બનાવવા કોશિશ કરી છે.

