HomeGujaratમોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ કરાયો

મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ કરાયો

મોરબી જિલ્લામાં વિકાસની જરૂરિયાતો અને  સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી નાબાર્ડ – રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર (ડીડીએમ)ના નવા કાર્યાલયનો મોરબીમાં શનાળા રોડ પર શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે નાબાર્ડ ના ડીએમડી એ.કે. સૂદએ જણાવ્યું હતું કે, નિશ્ચિત વિસ્તારોમાં નવા કાર્યાલયો ખોલવાથી નાબાર્ડ કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નવીન આયામો હાંસલ કરવા સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો નાબાર્ડની કામગીરીમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલ હતો. ત્યારે ગત તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ નાબાર્ડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડો. એ.કે. સૂદએ સમગ્ર દેશમાં ૫૪ નવા કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મોરબીનો સમાવેશ થાય છે.

શુભારંભ પ્રસંગે નાબાર્ડના ડીએમડી જી.એસ. રાવત, નાબાર્ડ, મુખ્ય કાર્યાલય અને ક્ષેત્રિય કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ, નવા ખોલાયેલ કાર્યાલયના ડીડીએમ, સરકારી અધિકારીઓ, બેન્કના અધિકારીઓ અને એનજીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW