HomeGujaratમોરબીમાં બાંધકામ કે ઈમ્પેક્ટ પ્લાન મંજૂરીમાં ઢીલ મુદ્દે કમિશનરને રજૂઆત

મોરબીમાં બાંધકામ કે ઈમ્પેક્ટ પ્લાન મંજૂરીમાં ઢીલ મુદ્દે કમિશનરને રજૂઆત

મોરબી મનપાને 5 માસ થવા આવ્યા છતાં એકપણ બાંધકામ કે ઈમ્પેક્ટ પ્લાન મંજુર ન થયો હોવાથી બાંધકામ કરવા ઇચ્છુકો કામ શરૂ કરી ન શકતા હોવાની રજૂઆત સામાજિક કાર્યકરે કમિશનરને આ મુદે નિર્ણય કરવા માગણી કરી છે.

મોરબીના ભાવિનભાઈ પીઠમલે રજૂઆતમાં જણાવ્યું હતું કે, હજુ પણ આ માટે ચારથી પાંચ મહિના રાહ જોવી પડશે તેવું કહેવામાં આવ્યું છે. આમ 14-15 મહિના સુધી એક બાંધકામ ડીપી વિસ્તારની બહાર ન થાય તે યોગ્ય નથી. મહાનગરપાલિકા વેરો ઉઘરાવે છે. સીલ મારી જાય છે. રોડના કામ થાય છે. જે વિસ્તારમાં બાંધકામ તોડી પાડવાની મંજૂરી આપવામાં આવે છે, તો તે વિસ્તારમાં બાંધકામ કરવા માટે મંજૂરી કેમ આપવામાં નથી આવતી તે સવાલ છે. 2600 જેટલી અરજીમાંથી 1700-1800 જેટલી અરજી દફ્તરે કરી નખાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પાસ નથી કરાતી. આથી તાત્કાલિક બાંધકામની મંજૂરી મળે તેવું કરવા માગણી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW