હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે શિવપુર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા જયેશભાઇ હરજીવનભાઇ ધોરીયાણી, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, અમરશીભાઈ વીરજીભાઈ બારીયા, રસિકભાઈ બેચરભાઈ કાલરીયા, ચંદુભાઈ હરખજીભાઈ જેઠલોજા, લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા અને વજાભાઇ બાવલભાઈ ચૌહાણ નામના સાત શખ્સોને કુલ રૂ.-1,02,800ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

