મોરબીના જૂના ઘૂટું રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડાએ ગત તા.- 24મી મેના રોજ આત્મહત્યા કરી હતી. કલ્યાણ ગ્રામ શાળાની બાજુમાં રહેતા રમેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પુત્ર સંજયભાઈ ચાવડાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેવાસી રમેશચંદ્ર મણીલાલ કારીયાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

