મોરબી જીલ્લામાં સત્તત વધી રહેલા વાહન અકસ્માત ચિંતા જનક રીતે વધ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલ બ્લેક સ્પોટ માં છેલ્લા વર્ષોમાં અકસ્માત ઘટ્યા છે જોકે છેલ્લા અન્ય વિસ્તારમાં છુટા છવાયા અકસ્માત વધ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 922 જેટલા જીવલેણ અકસ્માત નોંધાયા હતા જેમાં 634 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માત નેશનલ હાઇવે કરતા સ્ટેટ હાઈવે પર વધારે છે અને તેનું કારણ ધીમી ગતિ ચાલતી રોડની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
મોરબી જિલ્લો અકસ્માત ઝોન બન્યો હોય તેવી કપરી સ્થિતિ સામે આવી છે. સીરામીક ઉધોગના વિકાસને કારણે લાખોની વસ્તી દિનપ્રતિદિન વધતી જાય છે. પણ લોકોના જીવની કોઈ સલામતી નથી. સવારે કામ અર્થે નીકળેલા લોકો સાંજે સહી સલામત પરત ફરે તે નક્કી જ ન હોય તે રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.મોરબી જિલ્લાના નેશનલ હાઇવે આંતર રાજ્ય હાઇવે રક્ત રજીત બન્યા છે. પોલીસ ચોપડે નોંધાતા કેસ મુજબ રોજ અકસ્માતના બનાવ બને છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ રીતે મોરબી જિલ્લામાં ત્રણ વર્ષમાં 922 માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. આ વાહન અકસ્માતોમાં 634 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સીરામીક નગરી મોરબીમાં રોડ અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. અહીં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. પણ આ લોકોના જીવનું રક્ષણ રામભરોસે છે. વર્ષ 2022થી 2024 દરમિયાન એટલે ત્રણ વર્ષમાં મોરબી જિલ્લામાં અકસ્માતનો આંકડો ગંભીર છે. જેમાં મોરબી હાઇવે ઉપર અકસ્માતોના બનાવ વધુ બન્યા છે. એની સરખામણીમાં મોરબી શહેર અંદર જીવલેણ અકસ્માત ઓછા બન્યા છે. મોરબી કચ્છ, માળીયા, વાંકાનેર હાઇવે ઉપર ત્રણ વર્ષમાં અવારનવાર અકસ્માતની હારમાળા સર્જાઈ છે. જેમાં દરરોજ એક બે વ્યક્તિનો અકસ્માતમાં ભોગ લેવાય છે. મોરબી જિલ્લાના માર્ગો પર ત્રણ વર્ષમાં 922 વાહન અકસ્માતે 634 લોકોના ભોગ લીધો છે. મોરબી જિલ્લામાં સતત વધી રહેલા રોડ અકસ્માતની ઘટના ચિંતાજનક છે. વર્ષ 2022ની સ્થિતિ જોઇએ તો 328 અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ જીવલેણ અકસ્માતમાં 235 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 241 લોકો ઇજા ગ્રસ્ત થયા હતા. 2023 ની અકસ્માતની વાત કરીએ તો 312 રોડ અકસ્માત સર્જાયા હતા. જેમાં 208 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ 252 લોકોને સામાન્યથી લઈને ગંભીર ઇજા પહોંચી હતી. આજ પ્રકારે વર્ષ 2024ના રોડ અકસ્માતના આ આંકડા જોઈએ તો 282 રોડ અકસ્માત સર્જાયા હતા જેમાં 191 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 200 લોકોને ઇજા પહોંચી હતી. આ આંકડા જોતા રોડ અકસ્માત ઘટાડવા યોગ્ય પગલાં લેવાનો સમય પાકી ગયો છે. ખાસ કરીને હાઇવે ઉપર લોકોની સુરક્ષાની જવાબદારી હાઇવે ઓથોરિટી છે.પણ હાઇવે ઓથોરિટી તંત્ર ટોલ ટેક્સ ઉઘરાવવા સિવાય કોઈ કાર્યવાહી કરતું નથી.પરિણામે અકસ્માતોનો સિલસિલો યથાવત રહે છે.આથી લોકોની અમૂલ્ય જિંદગી બચાવવા માટે દરેક સંબધિત તંત્રએ યોગ્ય કાળજી લેવાની જરૂર છે.
સિરામિક નગરી મોરબીના દિવસ દરમિયાન 5000થી વધુ ટ્રકની અવર જવર રહે છે જેમાંથી મોટા ભાગના ટ્રક ચાલકો તેના ટ્રક પાછળ ભાગે રેડિયમ પટ્ટી, પાછળ આવતા વાહન ચાલકો માટે વોર્નિંગ લાઇટ હોતી નથી આ ઉપરાંત હાઈવે પર રાત્રિના સમયે કોઈ પણ પ્રકારની સેફ્ટી માટે આળસ રાખતા નથી જેના કારણે પાછળ થી આવતા વાહન ચાલકો ને ટ્રક ઉભો છે કે ચાલુ તેનો ખ્યાલ રહેતો નથી પરિણામે પાછળ થી અકસ્માત સર્જાય છે અને જીવલેણ સાબિત થતા હોય તો ઘણા બધા કિસ્સામાં બાઇક ચાલક ટ્રક ને ઓવર ટ્રેક કરતી વખતે બિન જરૂરી ઉતાવળ પણ કરતા હોવાથી અકસ્માતનો ભોગ બને છે.
નિયમ ભંગ કરતા વાહન ચાલકોને સમજણ અને જરૂર પડે દંડ કરીએ છીએ. નેશનલ અને સ્ટેટ હાઇવે થી સમગ્ર જિલ્લો ઘેરાયેલો હોય તેમ જ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ ખબ હોવાથી મોટા પાયા ટ્રકની અવરજવર રહે છે પરિણામે રસ્તાઓ સાંકડા બન્યા હોય તેવી સ્થિતિ બની છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ નિયમ ભંગ કરતા ટ્રક ચાલકોને સમજણ આપવામાં આવે છે અવારનવાર વાહનોના રેડિયમ થી લગાવવા લાઈટ ની ચકાસણી કરવા તેમજ આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકોને દંડ પણ ફટકારવામાં આવે છે જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા ટ્રાફિક પીઆઇ હંસાબેન ધેલાએ જણાવ્યું હતું.

