HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઈ મોવર તા.જી. મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પૂરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમાં આરોપીના મકાનમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઈ મોવર, રાજેશભાઈ જીવરાજભાઈ પટેલ, સુભાનભાઈ ઇકબાલભાઈ જેડા, સદામભાઈ રજાકભાઈ પરમાર, સરતાજભાઈ સલીમભાઈ અંસારી, ચિરાગભાઈ રાઘવજીભાઈ પટેલ, ફિરોજભાઈ મહમદ હુસેન સિપાઈ, સોયેબભાઈ સુભાનભાઈ લોલાડીયા અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઈ અગેચણીયા નામના નવ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 3,02,500નો મળેલ મુદામાલ કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW