ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જયાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ધડવામાં આવેલ. તે જગ્યા પર ઓપરેશન સિંદુર હાથ ધરી સ્ટ્રાઈક કરવામાં આવી છે. જે બાબતે ધ્યાનમાં રાખીને આપણો જીલ્લો બોર્ડરને અડીને આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બ્લડની જરુરિયાત પૂર્ણ થાય તે માટે મહેન્દ્રનગર ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 55થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.

