HomeGujaratવાંકાનેરના જોધપર ગામે ઢોર ચરાવવા મુદે થયેલ અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ...

વાંકાનેરના જોધપર ગામે ઢોર ચરાવવા મુદે થયેલ અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર ધારીયા વડે હુમલો કર્યો

વાંકાનેરના જોધપર ગામે રહેતા અકબરભાઈ વલીમામદભાઈ શેરસીયાએ આરોપી વિપુલભાઇ છેલાભાઇ ટોળીયા, વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઇ ટોળીયા, સુરેશભાઇ પબાભાઇ ટોળીયા રહે.બધા જોધપર ગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ આરોપીઓને અગાઉ તેમની વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી ટ્રેક્ટર લઇ પોતાની વાડીએ જતા હોય ત્યારે ઇસરાઈલભાઈની વાડી પાસે પહોચતા આરોપીઓ આગળ ઘેટાં તથા ભેંસો લઈને જતા હોય ત્યારે માર્ગ આપવા માટે ફરીયાદીએ પોતાના ટ્રેક્ટરનો હોર્ન મારવા છતા આરોપીઓએ ભેંસો ઘેટા સાઈડમાં નહીં કરતા જે બાબતે ફરીયાદીએ આરોપીઓને કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ધારયા વડે ઇજા કરી લોખંડના પાઇપ તથા લાકડી વડે મુંઢમાર મારી ઈજા પહોચાડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW