HomeGujaratવાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જારના પુળામાંથી ઈંગ્લીશ દારૂ બીયરનો જથ્થો...

વાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જારના પુળામાંથી ઈંગ્લીશ દારૂ બીયરનો જથ્થો મળ્યો, એક શખ્સની ધરપકડ

મોરબી એલસીબી ટીમ વાંકાનેર નજીક પેટ્રોલીંગમાં હોય તે સમયે ખાનગીરાહે બાતમી મળી હતી કે, આરોપી બચુભાઈ પોપટભાઈ બોળીયાએ હોલમઢ ગામની સીમમાં જાલીડા જવાના રસ્તે આવેલ તેની વાડીમાં લીલી વાઢેલ જારના પુળા નીચે ઈંગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડેલ હોય તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે તે સ્થળે પહોચી તપાસ કરતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની કુલ નંગ- 564 અને 1512 બીયર ટીન રૂ.- 3,38,400નો મળેલ મુદમાલ પોલીસે કબ્જે કરી આરોપી બચુભાઈ બોળીયાને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW