HomeGujaratમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સ્માર્ટમીટરનો વિરોધ, મંજુરી વિના લગાવ્યાનો વેપારીઓનો આક્ષેપ 

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સ્માર્ટમીટરનો વિરોધ, મંજુરી વિના લગાવ્યાનો વેપારીઓનો આક્ષેપ 

રાજ્યભરમાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા પ્રયાસ કરી રહી છે. જોકે દરેક જિલ્લામાં મીટરની કામગીરી સામે વિશ્વાસ ન હોવાના અને મીટર લાગ્યા બાદ તેમના વપરાશ કરતા વધુ બીલ આવવાનો ડર સતાવી રહ્યો છે અને તેને લઇ જયારે પણ વિજ કર્મીઓ મીટર ફીટ કરવા જાય ત્યારે સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થાય છે. કેટલાક કિસ્સામાં વીજ કર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અગાઉ જે પ્રીપેઈડ મીટર હતા તેના બદલે હવે પીજીવીસીએલ પોસ્ટ પેઈડ મીટર લગાવવમાં આવી રહ્યું છે મોટાભાગની સરકારી કચેરીમાં આ કામગીરી પૂર્ણ થઇ જતા હવે પીજીવીસીએલ મોરબી જીલ્લામાં કોમર્સિયલ મિલકતમાં  મીટર લગાવી રહ્યું છે ત્યારે આજે મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી આવ્યા હતા. એક બે દુકાનના મિટર બદલ્યા બાદ અન્ય  વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા બાકીના મીટર બદલાવ્યા વિના પીજીવીસીએલ સ્ટાફ જતો રહ્યો હતો. બીજી તરફ વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. તંત્ર દ્વારા અમને આગોતરી લેખિત કે મૌખિક જાણ વિના કર્મીઓ પહોચી ગયા અમે મીટર બદલવાની ના પાડી તો સરકારનું જાહેરનામું છે અને ફરજીયાત મીટર બદલવું પડશે તેમ કહી  4 મીટર બદલાવી નાખવામાં આવ્યા છે. બીજી તરફ વેપારીઓએ કામગીરી અટકાવતા પીજીવીસીએલના કર્મચારીઓએ પણ ઉપરી કક્ષાએ જાણ કરી હવે શું કરવું તે અંગે સૂચન માંગ્યું છે.

 કોઈ પણ જાણ કર્યા વગર 4 જગ્યાએ મીટર નાખવામાં આવ્યા છે. અમને ફરી જુના મીટર નાખી દયે. જો અમને જુના મીટર નહિ નાખી દયે તો અનસન ઉપર ઉતરીશું. જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓની દુકાનમાં કઈ પણ પૂછ્યા વગર સીધું મીટર બદલવામાં આવ્યું છે. કોઈ વધુ માહિતી આપ્યા વગર સીધા બદલવા લાગ્યા હતા. જો બદલવું હોય તો આખા શોપિંગ સેન્ટરમાં બધાનું બદલવામાં આવે, અથવા અમને જૂનું મીટર નાખી દેવામાં આવેછે તેમ વેપારી હિરેનભાઈ ગાંધીએ જણાવ્યું હતું 

કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું કે કોમ્પ્લેક્ષમાં 4 મીટર બદલાવી નાખ્યા બાદમાં અમને જાણ થઈ પછી અમે મીટર બદલવાની ના પાડી દીધી છે. આ લોકોએ કોઈની સાઈન લીધી નથી, કોઈને કહ્યું નથી, પોતાની રીતે જ મીટર બદલાવી નાખ્યા છે. જુના મીટરના સિલ તોડી સ્માર્ટ મોટર નાખી દેવામાં આવ્યા છે હવે એમ કહે છે કે નવા મીટરના સિલ તોડવાની અમારી ઓથીરિટી નથી. કોઈ પણ સહમતી વગર દાદાગીરીથી મીટર બદલાવી નાખવામાં આવ્યા છે.

ગ્રાહકોને સ્માર્ટ મીટરથી વીજબીલ વધુ આવશે તે બાબતે ડરવાની જરૂર નથી આ મીટર નું મૂળ કામ હાલ જે રીતે મીટર ચાલે છે તે મુજબ પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરી ને ગ્રાહકો ના વીજ વપરાશ અને તેની ભવિષ્યની જરૂરિયાતને જાણવાનો છે ખુદ ગ્રાહક પોતે પણ માત્ર એક મેસેજથી તેનો વીજ વપરાશ જાણી શકશે અને તેના આધારે વીજ બચત કરી શકશે આ ઉપરાંત લોડ વધ ઘટ કે કોઈ જગ્યાએ વીજ ફોલ્ટ  આવે તો તાત્કાલિક અમારા વિભાગને મેસેજ મળશે અને ગ્રાહકની ફરિયાદ ની રાહ જોયા વિના અમારી ટીમ મેન્ટેનન્સ માટે મોકલી શકાશે જેથી ગ્રાહકો ગભરાયા વિના મીટર મુકાવે તે જરૂરી છે તેમ પીજીવીસીએલ મોરબી વર્તળ કચેરીના કાર્યપાલક ઈજનેર જણાવ્યું હતું. એક સાથે 10 હજાર એસી ચાલુ થાય તો રિયલ ટાઈમ રિપોર્ટ અમને મળી શકે તે માટે સ્માર્ટ મીટર જરૂરી છે. જેથી લો વોલ્ટેજ કે અન્ય કોઈ સમસ્યા ન રહે. જુના અને નવા મીટરમાં માત્ર કોમ્યુનિકેશન ડિવાઇસ નો જ ફરક છે. આ મીટર પ્રિપેઈડ નથી. ડિસ્કનેક્ટ નહિ થાય.

એક્યુરિસી લેવલે પણ કોઈ ફેરફાર નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે આ મામલે ઉપરી કક્ષાએ જાણ કરી છે. હવે ઉપરથી જે સૂચના મળે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW