મોરબીના રવાપર રોડ પાસે આવેલ નરસંગ બ્લુમાં રહેતા કિશોરભાઇ વિનોદભાઇ ચંદારાણા નામના આધેડે ગત તા.- 28/04/2025ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જે બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા, આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

