વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રાતીદેવડી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. સીમમાં જાહેર જુગાર રમતા ભુપતભાઇ વાલજીભાઇ મદરેસણીયા, પંકજભાઇ રમેશભાઇ સોલંકી અને કૈલાશભાઇ પ્રવીણભાઇ વોરાને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-15,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

