HomeGujaratવાંકાનેરના અમરસરમાં ખેતરમાં ભેસ ચરાવા મુદે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ...

વાંકાનેરના અમરસરમાં ખેતરમાં ભેસ ચરાવા મુદે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોધાઇ

વાંકાનેરના અમરસર ગામે રહેતા વિપુલભાઈ વિભાભાઇ ફાગલીયા નામના યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ભાયાભાઇ ઝાલાભાઇ ગમારા, મહીપાલ ભાયાભાઇ ગમારા, સુનીલ ભાયભાઇ ગમારા, ઝાલાભાઇ ઉકાભાઇ ગમારા, ગોવીદભાઇ ઝાલાભાઇ ગમારા, પરબતભાઇ ઝાલાભાઇ ગમારા, હીન્દુભાઇ ધોધાભાઇ ગમારા, ભીખુભાઇ ઝાલાભાઇ, દેવાભાઇ ચકુભાઇ ગમારા, રાજુબેન ભીખુભાઇ અને મોધીબેન ભાયાભાઇ રહે.બધા અમરસર તા.વાંકાનેરવાળા વિરુધ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી ભાયાભાઈને તેના માલઢોર બજારમાં નહી રાખવાનુ કહેતા આ બાબતે આરોપી ભાયાભાઈએ ફરિયાદીને લાકડી વતી માર મારી તથા સાહેદને લાકડી તેમજ પાઇપ વતી શરીરે મુઢ માર મારી તેમજ માથાના ભાગે માર મારી ઇજા પહોચાડી હતી.

જ્યારે સામાપક્ષે મહીપાલભાઇ ભાયાભાઇ ગમારાએ આરોપી વિપુલભાઇ વિભાભાઇ ફાગલીયા, વિભાભાઇ વેલાભાઇ ફાગલીયા, ભગવાનજીભાઇ મચ્છાભાઇ ફાગલીયા, સુરેશભાઇ મચ્છાભાઇ ફાગલીયા, વિક્રમભાઇ વિભાભાઇ ફાગલીયા, દશરથભાઇ ભગવાનજી ફાગલીયા, પ્રકાશભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, સંજયભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, પબાભાઇ મચ્છાભાઇ ફાગલીયા અને કાનાભાઇ પબાભાઇ ફાગલીયા સામે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓને અગાઉ ખેતરમાં ભેસો ગયેલ હોય જે બાબતે બોલતા ચાલતા ન હોય અને આજે ભેસ સાથે ગાડી અડી જતા જે બાબતે બોલાચાલી થતા આરોપીઓએ પહેલા લોખંડના પાઇપ તથા લાકડીઓ લઇ આવી સાહેદ ભાયાભાઇ ને માથામા તથા હાથે ખંભાના ભાગે મારમારી ખંભાના ભાગે ફેક્ચર કરી ગાળો બોલી સાહેદોને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મકાનની બારી તથા બાઈકને નુકશાન પહોચાડ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે બને પક્ષોની ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW