આજ રોજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાંથી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાના હોય તો આ વિદ્યાર્થીઓને માનભેર વિદાય આપી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં આચાર્ય અને શિક્ષકો તરફથી આગળ શાળાનું અને ગામનું નામ રોશન કરો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા તેમના અનુભવો શેર કરવામાં આવ્યા. સાથે વિદ્યાર્થી મિત્રોને સતત યાદગરી રહે તે માટે સ્મૃતિપત્ર એનાયત કરવામાં આવ્યા. જેવી રીતે ઉચ્ચ અભ્યાસમાં ટોપી અને ખેસ પહેરી પદવીદાન સમારંભ યોજવામાં આવે છે તેવી જ રીતે આ નાની ઉંમરમાં તેની જ પ્રતિકૃતિ અહીં કરવામાં આવી હતી.

