માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જુના ઝઘડાના મનદુઃખ ને લઈ રાત્રિના સમયે એક જ પરિવારના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો અને વાત એટલી વધી ગઈ હતી કે બન્ને તરફ થી ધોકા પાઈપ તલવાર સહિતના હથિયાર વડે આ ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજા ગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. થોડી વાર માટે માહોલ તંગ બન્યો હતો. માહોલ વધુ બગડે નહી તે માટે સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાન સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ બાદ પોલીસે ઇજા ગ્રસ્તના નિવેદનો નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતીઇજાગ્રસ્ત ની યાદીઅશોક હમીરભાઈ 31, હમીરભાઈ ભોજાભાઈ 65, વિજય ભાઈ હમીરભાઈ 30, રમેશ ભાઈ કાનજીભાઈ 32, મુન્નાભાઈ હમીરભાઈ જીતેન્દ્ર કાનજીભાઈ પરમાર 42, કાનજીભાઈ મનુભાઈ પરમાર 74,છગન ભાઈ પરમાર, 43,હર્ષદભાઈ પરમાર 16, નરેશભાઈ કાનજીભાઈ પરમાર 30, શામજીભાઈ શિવાભાઈ પરમાર 38,

