આજ રોજ પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે રફાળેશ્વર તાલુકા શાળાની વિવિધ પેટા શાળાના આચાર્યઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. રફાળેશ્વર તાલુકા શાળાની પેટા શાળા પ્રેમજીનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તાની જીલ્લા ફેર થી જુનાગઢ જીલ્લામાં બદલી, નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠોડની બઢતી સાથે વાંકાનેર તાલુકામાં મદદનીશ કેળવણી નિરિક્ષક તરીકે બદલી તથા વાદી વિસ્તાર પ્રાથમિક શાળાના આચર્ય અજયભાઈ ખચ્ચરની વય નીવૃતી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમની સંચાલન બંધુ નગર પ્રાથમિક શાળાના આચાર્ય અમુલભાઈ જોશીએ કર્યું હતું.
આ તકે કાર્યક્રમમાં સીઆરસી કો ઓર્ડીનેટર રમેશભાઈ હુંબલ, ધીરુભાઈ જાકાસણીયા, મયુરભાઈ રામાવત, અશોકભાઈ ઘોડાસરા, રમેશભાઈ છૈયા, આશિષભાઈ ચૌહાણ, કિશોરભાઈ ભટાસણા, પરેશભાઈ પઢારીયા તથા સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો.

