મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા ટ્રેડીંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ બિહારના વતની અમરનાથ સુખદેવભાઇ તાંતી નામના યુવાનને ગત તા.- 17/04/2025ના રોજ ગુરૂકૃપા ટ્રેડીંગમાં મજુરી કામ કરતી વખતે અચાનક ઉલ્ટી થતા પોતાના રૂમે જઇ સુઇ ગયેલ બાદ તા.- 18/04/2025ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં જમવા તથા મજુરી કામે જવા માટે જગાડતા બે ભાન થઇ જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ કારખાનામાં અચાનક ઉલટી થયા બાદ બેભાન થઇ જતા યુવકનું મોત
RELATED ARTICLES


