રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચણા અને રાયડાના પાકનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ માટે અગાઉથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ ફેબ્રુઆરી દરમિયાન થયેલા રજીસ્ટ્રેશનમાં મોરબી જિલ્લામાંથી 10, 394 ખેડૂતોએ ચણાના પાકનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. જ્યારે 2760 ખેડૂતોએ રાયડાના પાકનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. જોકે આપ ખેડૂતો પૈકી અનેક ખેડૂતોને અચાનક તેમના ફોન પર રજીસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવતા ખેડૂતોમાં ગભરાટ સાથે રોષ પણ જોવા મળ્યો હતો. કારણ કે આ રજીસ્ટ્રેશન રદ થવામાં કારણ એવું આપવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા તેમના ખેતરનું સેટેલાઈટ થી મેપિંગ કર્યું હતું અને આ મેપિંગ દરમ્યાન તેમના ખેતરમાં ચણા કે રાયડાનું વાવેતર જોવા મળ્યું નથી જો તેઓનું વાવેતર કર્યું હોય તો ત્રણ દિવસમાં ગ્રામસેવકને વાંધા રજુ કરવા જણાવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં આવા એક બે નહીં પરંતુ 5991 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3,690 ચણાના જ્યારે 2300 એક રાયડાના ખેડૂતોના મોબાઈલ માં.મેસેજ આવ્યો હતો આમ તો સમગ્ર જિલ્લામાં ખેડૂતોને આ પ્રકારના મેસેજ આવ્યા છે પરંતુ સૌથી વધુ ફરિયાદ ટંકારા તાલુકામાં જોવા મળી છે.
ગત તારીખ:- 19/2/2025 ના રોજ ચણાના ટેકાના ભાવે ખરીદી માટેની અરજી કરી હતી દસ દિવસ પહેલા મારા મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે સેટેલાઈટ ઇમેજ થી તપાસ કરતા તમારા ખેતરમાં ચણાનું વાવેતર થયું નથી એટલે તમારી અરજી રદ થાય છે જો કોઈ વાંધો હોય તો ગ્રામ સેવકને ત્રણ દિવસમાં વાંધા દેવી ત્રણ દિવસમાં ગ્રામસેવકને વાંધા અરજી તેમજ જરૂરી પુરાવા પણ આપી દીધા હોવા છતાં પરંતુ, હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી અને ખરેખર મારા ખેતરમાં ચણાનું વાવેતર થયું છે તે દેખાઈ રહ્યું છે અને આવા અમારા ગામમાં ઘણા કેસ બન્યા છે. જેને ચણા અને રાયડા વાવેતર કર્યું હોવા છતાં અરજી રદ કરેલ છે જો સરકાર આવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરવા માગતા હોય તો મારું તો એટલું કહેવાનું છે કે આ વર્ષે કપાસનો પાક સંપૂર્ણપણે અતિવૃષ્ટિના કારણે નાશ થયો હતો ત્યારે કેમ સેટેલાઈટ થી જોવા ન આવી હવે જ્યારે ખેડૂત ના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂર પડી છે. ત્યારે આ ટેકનોલોજી નો ગતકડું સરકાર બહાર કાઢી રહી છે આવી સ્થિતિમાં ખેડૂત જીવશે કેવી રીતે એક તરફ બજારમાં ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી જેથી ફરજિયાત ટેકાના ભાવે પાક વેચવા મજબૂર થાય છે આવા સમયે સરકાર તો તેમની ખરીદી નહીં કરે તો ખેડૂત ક્યાં જશે?
તેમ હરબટીયાળી ગામના ખેડૂત આગેવાન અશોકભાઈ સંઘાણી જણાવ્યું હતું કે, વિધે 16 હજાર ખર્ચ થયો મજૂરના રૂપીયા આપવાના બાકી છે ટેકાનાભવે ખરીદી નહી થાય તો મુશ્કેલી સર્જાશે. મારા ગામના 152 નંબર સર્વેની જમીનમાં ચણાનું વાવેતર કર્યું હતું અને તેની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું હતું. સાડા સાત વિઘા જમીનમાં ચણાનું વાવેતર થયું છે. અંદાજે એક વિઘા દીઠ 16 હજારનો ખર્ચ થયો હતો હવે આ રજીસ્ટ્રેશન રદ થતા મારા જેવા નાના ખેડૂતની હાલત દયનીય બની છે કારણ કે બજાર માં પુરા ભાવ નથી જેની સામે ખરીદી નહી થાય તો અમારે કયા જવું તે મોટો સવાલ છે તેમ ખેડૂતનાથાલાલ ભાણજીભાઈ મુછાળાએ જણાવ્યું હતું.


