માળિયાના સરવડ ગામ દ્વારા રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ નવનિર્મિત રામચંદ્રજી ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 4 થી 6 એપ્રિલ સુધીનું આયોજન કરાયું છે. આ આયોજનમાં વિવિધ સંતો-મહંતો અને મહેમાનોએ હાજરી આપી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય પદે શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળાના શાસ્ત્રી કપિલભાઈ મહેતા બિરાજમાન થયા છે .આ મહોત્સવના પ્રથમ દિવસે સવારથી ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન, માતૃકા પૂજન આયુષ્ય મંત્ર, વૈશ દેવ સંકલ્પ જલયાત્રા, સ્થાપિત દેવી-દેવતાની પૂજા, ગૃહ સ્થાપન, અગ્નિ સ્થાપન, ગૃહ શાંતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે 5 એપ્રિલ એટલે કે આજે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા . આવતી કાલે 6 એપ્રિલના રોજ બપોરે 12:02 વાગ્યે રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે 4:30 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું છે.

