HomeGujaratમોરબી મનપાની વેરા વસુલાત કામગીરી ઝડપી બની એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 23...

મોરબી મનપાની વેરા વસુલાત કામગીરી ઝડપી બની એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 23 .43 કરોડ નો વેરો વસુલ્યો

મોરબીનગર પાલિકા માંથી કોર્પોરેશન બનતા લાંબા સમયથી સાવ સુસ્ત પડેલા તંત્રમાં જાણે ઉર્જા આવી હોય તેમ કામગીરીમાં ઝડપી વધારો જોવા મળ્યો છે રોડ રસ્તાની પહોળા કરવાની કામગીરી હોય કે શહેરના બ્યુટીફીકેશનની કે પછ શહેરીજનો ને ભવિષ્યમાં વધુ સારી સુવિધા આપવા જરૂરી ભંડોળ એકત્ર કરવાની કામગીરી તમામ બાબતની  કામગીરીમાં ઝડપ જોવા મળી રહી છે મનપા દ્વારા હવે લાંબા સમયથી વેરો ન ભરતા હોય તેવા બાકીદારોની મિલકત સીલ કરવાની સાથે સાથે જાહેર હરાજી કરવા સુધીની તૈયારી દાખવી જેથી  આસામીઓ પણ વેરોં ભરવા દોડતા થયા હતા અને વેરો ભરવા પહોચ્યા હતા અને તેના પરિણામે મોરબી મહાનગર પાલિકાની વસુલાત રેકોર્ડ બ્રેક રહી હતી મોરબી મનપાને 31 માર્ચ 2025 સુધીમાં 23.43 કરોડની વસુલાત થઇ છે અને તે ગત વર્ષની સરખામણીમાં વસુલાતની રકમ જોઈએ તો બમણું થવા જઈ રહ્યું છે ગત વર્ષે 12.43 કરોડની વસૂલાત થઇ હતી. મનપા બન્યા પહેલા 9 મહિના  અને મનપા બન્યા ના  ત્રણ મહિનામાં  બમણી વેરા વસુલાત થઇ હતી આંકડા મુજબ જોઈએ તો 1 એપ્રિલ 2024 થી 31 ડિસેમ્બર સુધીના સમયમાં 11.03 કરોડની વસૂલાત થઇ હતી જેની સામે 3 મહિનામાં રૂ 12.08 કરોડની વસુલાત કરી હતી. જેના કારણે વેરા વસુલાતની રકમ વધારો જોવા મળ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW