મોરબી ઝુલતા પુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ ને કોર્ટે મોરબી જિલ્લામાં પ્રવેશ બંધી,વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ પાસપોર્ટ જમા કરાવવા તેમજ અલગ અ લગ શરતો ને આધીન થોડા મહિનાઓ પહેલા શરતી જામીન આપ્યા હતા તેમજ તેઓને કોર્ટ મુદતમાં હાજરી આપવા માટે જ મોરબી જિલ્લામાં પ્રવેશ માન્ય હતો. જોકે તેઓએ કોર્ટની અગાઉ શરતો પૈકી મોરબી જિલ્લામાં વ્યવસાય ને થતા નુકશાન ને કારણે મોરબી જિલ્લા માં પ્રવેશ આપવા કોર્ટમાં અરજી કરી હતી સાથે અન્ય કેટલીક છુટા છાટ માટે માંગ કરી હતી જોકે કોર્ટે માત્ર મોરબી જિલ્લામાં પ્રવેશ માટે મંજુરી આપી છે
આ ઉપરાંત જયસુખભાઈ અને અન્ય આરોપીઓ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં બિન તોહમત છોડી મુકવા કોર્ટમાં કરેલી અરજીની પણ આગામી 15 માર્ચ ના રોજ સુનવણી છે જેથી તે અંગે આગામી 15 માર્ચે કોર્ટ અરજી બાબતે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર રહેશે.

