HomeGujaratવાંકાનેરના મહિકા ગામનાં સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરીયાદ કરતા અજાણ્યા 3...

વાંકાનેરના મહિકા ગામનાં સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરીયાદ કરતા અજાણ્યા 3 ઈસમોએ યુવાન પર જીવલેણ હુમલો

વાંકાનેરના મહિકા ગામે રહેતા અને બાંધકામના વ્યસાય સાથે જોડાયેલા વિજયભાઈ શીવાભાઈ ચાવડા નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.- 03/03/2025ના રોજ વિજયભાઈ અને તેના કાકાનો દીકરો ધર્મેન્દ્રભાઈ ચાવડા આ બને રાત્રીના સમયે બાઈક લઇ કોઠી ગામના પાટિયાથી મહિકા ગામે પાછા ફરતા હોય તે દરમિયાન મહિકા ગામના પુલના છેડે પહોચ્યા હોય ત્યારે એક કાળા કલરની ફોર વ્હીલ કાર બાઈકની બાજુમાં આવી તેમાંથી અજાણ્યા ત્રણ ઇસમો ઉતરી વિજયભાઈને માર મારી અને બાદમાં છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ વિજયભાઈને સરપંચ, તલાટી મંત્રી અને ટીડીઓ વિરુદ્ધ ફરીયાદ કરેલ હોય તે પાછી ખેચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિજયભાઈની ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW